પરમયોગ

P3Y પરમજી પપ્ર પરમયોગ

P3Y ની સમગ્ર પ્રણાલીમાં ત્રીજો P એટલે પરમ અને Y એટલે યોગ. ટૂંકમાં P+P+P+Y (પરમજી પપ્ર પરમયોગ)

પરમયોગ દ્વારા માનસિક શાંતિનો અનુભવ થાય, રાત્રે સારી ઊંઘ આવે, બુદ્ધિ એકાગ્રતામાં વધારો થાય, માનસિક રોગ દૂર થાય ભણતા વિદ્યાર્થીની યાદશક્તિ માં વધારો થાય બુદ્ધિનૉ અંક ( IQ ) પણ વધે, મન કાબૂમાં રહે, ગુસ્સો ઓછો થાય, મનની ખામીઓ વિકારો ઓછા થઈ ને દૂર થાય, સાઈકોસોમેટીક તકલીફોમાં રાહત મળે.

પરમયોગ ના મુખ્ય ત્રણ અંગો છે

 1. પરમનાદ
 2. પરમશ્વાસ
 3. પરમધ્યાન

પરમનાદ

પરમનાદ કરવાથી થતા લાભો

બુદ્ધિનો વિકાસ થાય, એકાગ્રતા વધે, સ્મરણશક્તિ વધે, ફોટોજેનિક મેમરી આવે, રાત્રે સારી ઊંઘ આવે, મનમાં રહેલા દોષો ઘટે અને ધીરે ધીરે દૂર થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય, આજ જન્મમાં ઈષ્ટ દેવી દેવતા ના દર્શન થાય, આધ્યાત્મિક આલૌકીક આનંદનો અનુભવ થાય (જે શબ્દો દ્વારા વર્ણવી ના શકાય તેવા), પરમજી ના દરબારમાં હાજરી પુરાય, પરમજી ખૂબ ખુશ થાય, જલ્દી ઈચ્છા પૂર્ણ થાય, નસીબના આવનારા સંકટો વિઘ્નો ઓછા થઇ ને દૂર થાય, તંત્ર મંત્ર, મેલી વિદ્યા, ભૂત પ્રેત, નજર ટોક વશીકરણ ની ખરાબ અસર દૂર થાય, ગ્રહ નક્ષત્ર લાભ હિતમાં કામ કરે.

પરમનાદ કરવાની રીત:

પગની સ્થિતિ : પલાઠી વાળીને /પદ્માસનની સ્થિતિમાં /ખુરશી પર બેસીને અથવા તમને અનુકૂળ પડે તે પ્રમાણે તમારા પગને રાખો. ત્યારબાદ સૌ પ્રથમ

 1. ટટ્ટાર બેસો
 2. કમર સીધી
 3. માથું સીધું
 4. આંખો બંધ
 5. હોઠ સહેજ ખુલ્લા
 6. આગળના દાંત બીડેલા (રોટલી કાપવાની સ્થિતિમાં)
 7. જીભ નોર્મલ પરિસ્થિતિમાં એની જગ્યા પર
 8. ખુલ્લા હોઠ, બંધ દાંતથી ધીમે ધીમે મોથી શ્વાસ અવાજ કર્યા વગર ફેફસામાં ભરો, જેટલો વધુમાં વધુ ભરી શકાય એટલો શ્વાસ ભરો.
 9. હવે હોઠ બંધ કરી દો દાંત અંદરથી ખોલી દો
 10. ફેફસામાં ભરેલો શ્વાસ નાક વાટે ધીમે ધીમે ભમરો ગુંજન કરે તેવો અવાજ કરતા છોડી દો, જે ધ્વનિ નીકળે તેને પરમનાદ કહેવાય.

આ થયો એક પરમનાદ

પરમ નાદ ક્યારે કરવા:

નિત્ય પરમયોગ

 1. સવારે ઉઠતા જ પથારીમાં બેસીને તરત જ
 2. સ્નાન કરીને તરત જ અથવા ઘરની બહાર નીકળતા પહેલા અથવા મહિલા રસોઈઘરમાં જાય તેવા તરત જ અથવા કાર્યનો પ્રારંભ કરો ત્યારે
 3. ઓફિસે /નોકરી /ધંધાના સ્થળે કાર્ય શરૂ કરો તેવા તરત જ
 4. બપોરે ૧૨ વાગ્યે (કાળ /પ્રહર બદલાય છે)

સમૃદ્ધિ પરમયોગ:

 1. સાંજે 7 વાગ્યે દિવાબત્તી ના સમયે (કાળ /પ્રહર બદલાય છે)
 2. રાત્રે સુતા પહેલા પથારીમાં
 3. દિવસના ૨૪ કલાકમાં કોઈપણ નવું કાર્ય પ્રારંભ કરો ત્યારે
 4. માનસિક રોગ દૂર કરવા માટે અથવા મોટી ઈચ્છા જલ્દી પૂરી કરવા માટે દર કલાકે ૩ પરમનાદ કરો
 5. દિવસમાં જ્યારે જ્યારે મન અશાંત થઈ જાય ત્યારે જરૂરિયાત મુજબ

નોંધ: પરમનાદ 1 થી 10 કરી શકાય છે પરંતુ એક કલાકમાં 10 થી વધુ પરમનાદ કરવા નહીં.

પરમશ્વાસ

પરમશ્વાસ કરવાથી થતા ફાયદાઓ

બુદ્ધિનો વિકાસ થાય, યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વધે, કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અભિમાન, દંભ, દુરાચાર, વ્યભિચાર, અહંકાર, આળસ, જડતા વગેરે તમામ પ્રકારના વિકારો દૂર થાય. 24 કલાક દરમિયાન મન કાબૂમાં રહે અને આનંદ માં રહે. આત્મવિશ્વાસ, હોશિયારી, ચતુરાઈ, આવડત, હિંમત વધે વાણીની કટુતા દૂર થઈ મધુરતા વધે. તમામ પ્રકારના માનસિક રોગોમાં તરત રાહત મળે

પરમશ્વાસ કરવાની રીત:

પગની સ્થિતિ: પલાઠી વાળીને /પદ્માસનની સ્થિતિમાં /ખુરશી પર બેસીને અથવા તમને અનુકૂળ પડે તે પ્રમાણે તમારા પગ રાખો ત્યારબાદ સૌ પ્રથમ

 1. ટટ્ટાર બેસો
 2. કમર સીધી
 3. ગરદન સીધી
 4. માથુ સીધું
 5. આંખો ખુલી
 6. હોઠ સહેજ ખુલ્લા
 7. દાંત આગળથી બીડેલા (રોટલી કાપવાની સ્થિતિમાં)
 8. જીભ નોર્મલ પરિસ્થિતિમાં એની જગ્યા પર
 9. ખુલ્લા હોઠ બંધ દાંતથી ધીમે ધીમે મોથી શ્વાસ અવાજ કર્યા વગર ફેફસામાં ભરો, જેટલો વધુમાં વધુ ભરી શકાય એટલો શ્વાસ ભરો ( શ્વાસ લેતી વખતે કોઈપણ પ્રકારનો અવાજ કરવો નહીં)
 10. હવે હોઠ બંધ કરી દો, દાંત અંદરથી ખોલી દો.
 11. ફેફસામાં ભરેલો શ્વાસ નાક વાટે કોઈપણ પ્રકારનો અવાજ કર્યા વગર છોડી દો.

આ થયો એક પરમશ્વાસ

પરમશ્વાસ ક્યારે કરવા:

 1. ૨૪ કલાક દરમિયાન જ્યારે પણ મન ખુબજ અશાંત થઈ જાય અને મનની શાંતિની તાત્કાલિક જરૂર હોય ત્યારે
 2. ગુસ્સો આવતો હોય કે નેગેટિવ વિચાર આવતા હોય તે દૂર કરવા માટે
 3. વિદ્યાર્થીઓને વાંચવા બેસતા પહેલા

નોંધ: પરમશ્વાસ એક બેઠકમાં 1 થી લઈને 10 કરી શકાય

પરમનાદ અને પરમશ્વાસ ક્યારે ન કરવા:

 1. વાહન જો તમે પોતે ચલાવતા હોય તો ચાલુ વાહને પરમનાદ /પરમશ્વાસ કરવા નહીં
 2. જે જગ્યાએ તમારું નાક શ્વાસ લેવાની પરમિશન નથી આપતું તે જગ્યાએ પરમનાદ /પરમશ્વાસ કરવા નહીં ( જેમ કે અતિ દુર્ગંધ વાળી જગ્યા, ધુમાડો, ધૂળ વગેરે)
 3. ડોક્ટરે ઓપરેશન દરમિયાન પરમનાદ /પરમશ્વાસ નહીં કરવા તથા કોઈ વ્યક્તિ મોટી મશીનરી ઓપરેટ કરતી હોય એ દરમિયાન પરમનાદ /પરમ શ્વાસ નહીં કરવા.