P3Y શું છે?
P3Y = P1 + P2 + P3 + Y
P1 = પરમજી, P2 = પપ્ર, P3 = પરમ યોગ, Y = યોગ
પરમપૂજ્ય પરમજી કોણ છે?
આ ફોટો પરમ પૂજ્ય પરમજી અને પરમજીનાં પરમ પાવન ચરણનો છે.
પપ્ર શું છે?
પપ્ર એ પરમજી દ્વારા શીખવેલી પદ્ધતિ છે, જેના દ્વારા તમે તમારી ધારેલી વસ્તુઓ / ઈચ્છાઓ પૂરી કરી શકો અને રોગ, દર્દ, દુઃખમાંથી મુક્તિ મેળવી શકો.
પરમયોગ શું છે?
પરમયોગ એ પરમજી દ્વારા શીખવેલી પદ્ધતિ છે, જેના દ્વારા તમારી આધ્યાત્મિક ઈચ્છાઓ પૂર્ણ કરી શકો અને સનાતન શાંતિ મેળવી શકો છો.
કોણે P3Y કરવાની કોશિશ કરવી જ જોઈએ?
P3Y એ રસ ધરાવતી કોઈપણ જાતિ, ધર્મ, રાષ્ટ્રીયતા ધરાવતી વ્યક્તિ જે પોતાની આનંદદાયક ઈચ્છાઓ પૂરી કરવા તથા આધ્યાત્મિક ઉન્નતિ ઈચ્છતા હોય તે કરી શકે છે. P3Y એના માટે છે જે પોતાના કોઈપણ દુઃખમાંથી મુક્તિ ઈચ્છતા હોય અને શક્ય પ્રયત્ન કરવા છતાં દુઃખમાંથી મુક્તિ મેળવી ન શકતા હોય.
કઈ પરિસ્થિતિમાં P3Y કરી શકાય?
P3Y નો ઉપયોગ તમે કોઈપણ પરિસ્થિતિમાં કરી શકો, જ્યાં તમે માનો કે હવે તમે તમારા શક્ય પ્રયત્ન કરી ચૂક્યા પરંતુ તમારી ઈચ્છા મુજબ કામ બનતું નથી. P3Y જ્યાં તમે તમારી મદદ ઈચ્છો જેમ કે અકસ્માત, આગ, દુકાળ, ભૂકંપ અને બીજી અનેક કુદરતી અથવા અકુદરતી ઘટનામાં પણ ઉપયોગ કરી શકો.
P3Y કરવાં માટે પોતાની હાલની માન્યતાઓને બદલવી કે છોડી દેવી જોઈએ?
ના, કોઈપણ ધર્મના અને ધારણાં ધારાવતા વ્યક્તિ P3Y કરી લાભ મેળવી શકે છે. તમારે તમારો ધર્મ કે ધારણા છોડવી પડતી નથી કારણ કે, P3Y કોઈ ધર્મ કે ધારણા નથી એ ક્રિયાત્મક પદ્ધતિ છે. P3Y શરૂ કરીને તમે સનાતન જ્ઞાન જે માનજાતિ વર્ષોથી ભૂલી ગઈ છે તે ફરી જીવી શકો છો. તમારો પોતાનો અનુભવ એ જ સાચી સફળતાનું પ્રમાણ છે.
કઈ ઈચ્છા P3Y દ્વારા પૂર્ણ થઈ શકે છે?
આનંદદાયક ઈચ્છાઓ પૂરી કરવા, દુનિયાની ભૌતિક સુખ-શાંતિ મેળવવા તમે યથાર્થ / શક્ય પ્રયત્ન કરી ચૂક્યા પરંતુ ઈચ્છિત સફળતા મળતી નથી ત્યારે તમે P3Y કરી શકો છો અને આધ્યાત્મિક અનુભવ મેળવવા P3Y કરી શકો.
કઈ ઈચ્છાઓ P3Yથી પૂર્ણ થતી નથી?
P3Y દ્વારા નીચેની ઈચ્છાઓ પૂર્ણ નથી થતીઃ
- બીજાને નુકસાન પહોંચાડવાની ઈચ્છાઓ
- ભવિષ્યમાં નુકસાન થવાનું હોય તે ઈચ્છા પરમજી પહેલેથી પૂરી કરતાં નથી.
- અતિશયોક્તિ ભરેલી ઈચ્છાઓ જેમ કે, પાંખ વગર આકાશમાં ઉડવાની ઈચ્છા, પરીક્ષાની તૈયારી કર્યા વગર પરીક્ષામાં પ્રથમ આવવાની ઈચ્છા
- ઈચ્છોઓ જેવી કે લોટરી, ચોરી, જુગાર, સટ્ટો વગેરે
ઈચ્છા પૂર્ણ થવા માટે P3Y કેટલો સમય લે છે?
P3Y ૩ સેકન્ડથી ૯૦ દિવસ સુધીનો સમય લે છે, જે તમારી ઈચ્છા પર આધારીત છે.
પકર શું છે? અને ચૂકવવું જરૂરી છે?
મહેરબાની કરીને ધ્યાનમાં રાખવું કે જે ઈચ્છા તમે કોઈ બીજી પદ્ધતિ દ્વારા પૂર્ણ કરવાની કોશિશ કરી હોય અને એ ઈચ્છા પૂર્ણ ન થતી હોય એ ઈચ્છા પપ્ર દ્વારા પૂર્ણ થઈ શકે છે. તમે આ પદ્ધતિ દ્વારા તમારી ઈચ્છા પૂર્ણ કરવા ઈચ્છતા હોય અથવા લાભ મેલવવા ઈચ્છતા હોય તો તમારે આ જ પ્રમાણે કરવું પડશે.
There is no scope for any arguments in this regard.
તમારો પોતાનો અનુભવ તમને કહેશે કે તમારી ઈચ્છા પૂર્ણ થઈ કે નહિ. કોઈપણ કિસ્સામાં (બનાવમાં) તમારી ઈચ્છા પૂરી થાય પછી જ પૈસા ચૂકવવા.
જો હું પકર ન ચૂકવું તો શું થઈ શકે?
તમે આ સત્ય યાદ રાખો કે, પરમજીની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણએ પરાશક્તિ તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે કામ કરે છે. દગો અને છેતરપીંડી કરનાર વ્યક્તિ માટે P3Y નથી.
જો તમે પરમજી સાથે છેતરપીંડી કરશો તો P3Y દ્વારા તમારી બીજી ઈચ્છા પૂર્ણ થશે નહિ.
આ સામાન્ય વાત છે કે, જો તમે છેતરપીંડી કરનારા હો તો, તમારી ઈચ્છા પૂર્ણ થયા પછી પણ તમે તમારી પૂર્ણ થયેલ ઈચ્છામાં અસરકારક સંતોષ મેળવી શકશો નહિ. આ બાબતમાં તમારો વ્યક્તિગત અનુભવ જ તમારા માટે શ્રેષ્ઠ પ્રમાણ છે.
કેટલી ઈચ્છાઓ P3Y દ્વારા પૂર્ણ થઈ શકે છે?
જો તમે પરમજી સાથે છેતરપીંડી ન કરો તો, તમારી અગણિત ઈચ્છાઓ પૂર્ણ થશે.
શું હું એક પપ્રમાં એક કરતાં વધારે ઈચ્છા બોલી શકું છું?
તમારી તમારી દરેક ઈચ્છા માટે અલગ પપ્ર કરવો પડશે. એક પપ્રમાં તમે બધી ઈચ્છા ભેગી કરી શકો નહિ.
શું મારે દરેક ઈચ્છા અને પરિણામની યાદી નોંધવી જરૂરી છે?
હા, ચોક્કસ. તમારી ઈચ્છા અને પરિણામની યાદી નોંધવી જરૂરી છે. એ યાદી તમને તમારી કેટલી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે અને તમારી પરમજી પ્રત્યે શું ફરજ છે એ વાતનું માર્ગદર્શન આપે છે. આ યાદી તમારા માટે પરમયોગ દ્વારા મળેલા અનુભવનું અને તમારી માનસિક તંદુરસ્તી માટેનું વ્યક્તિગત માર્ગદર્શન છે. P3Yમાં તમારો અનુભવ જ તમારું માર્ગદર્શન છે. એના માટે તમારે તમારી પ્રગતિની યોગ્ય યાદી નોંધવી.
P3Y વિષે વધુ કઈ રીતે શીખી શકું?
જો તમે P3Y વિષે વધુ માહિતી મેળવવા ઈચ્છતા હો તો તમારે પ્રતિમાજી ચૌહાણનો સંપર્ક કરવો.
“પરમધામ”, ૩, આનંદનગર સોસાયટી,
ભારતીમૈયા હોસ્પિટલની પાછળ,
લાલવાડી, સગરામપુરા,
સુરત-395 001, ગુજરાત. ભારત.
મારી ઈચ્છા પૂર્ણ થયા બાદ મારે શું કરવું?
જો તમારી એકપણ ઈચ્છા P3Y દ્વારા પૂર્ણ થઈ હોય તો તમારે P3Y અને પરમજી પ્રત્યે વફાદાર રહેવું તથા સારા પરિણામ માટે નિયમિત પરમયોગ કરવો.
P3Y દિવસ દરમિયાન ૧૦ મિનિટ કરતાં વધારે સમય લેતો નથી.