P3Y પદ્ધતિ

P1 = પરમજી

પરમજી, અને તેમના પવિત્ર ચરણોની તસવીર

P2 = પપ્ર

પપ્ર એ પરમજી દ્વારા આપેલી પદ્ધતિ (રીત) છે, જેના દ્વારા તમે તમારી ઈચ્છાઓ, ધારેલી વસ્તુઓ અને તમારા દુઃખ-દર્દ તથા રોગમાંથી મુક્તિ મેળવી શકો છો.

પપ્રના ૧૧ વાક્ય નીચે મુજબ છે:

૧. પરમં શરણં ગચ્છામિ
૨. હંસં શરણં ગચ્છામિ
૩. અદ્વૈતં શરણં ગચ્છામિ
૪. આનંદં શરણં ગચ્છામિ
૫. ચરણં શરણં ગચ્છામિ
૬. હે પરમજી
૭. મારા પર કૃપા કરો
૮. શીશ નમાવી પરમજીને પ્રણામ કરું છું.
૯. કોઈપણ એક ઈચ્છા બોલો (ઈચ્છા વાક્ય)
૧૦. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં …………… રૂા. પરમજીને આપીશ / એક લીટર પાણી પરમજીને ચઢાવીશ / એક ફૂલ પરમજીને ચઢાવીશ.
૧૧. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ………. ૧ / ૧૧/ ૧૦૦ વ્યક્તિને કોઈપણ માધ્યમથી P3Y શીખવીશ.

P3Yનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, તે નીચે મુજબ છેઃ

પહેલા એકથી આઠ વાક્યો એ જ પ્રમાણે બોલવા.
પહેલાં પાંચ વાક્યો પરમજી દ્વારા આપેલા મુખ્ય વાક્યો છે, જેના દ્વારા પરમજીની શક્તિ સાથે સંપર્ક થઈ શકે છે.
છઠ્ઠા વાક્યમાં પરમજીને કહેવું, હે પરમજી.
સાતમા વાક્યમાં પરમજીને વિનંતી કરવી કે તમે મને આશિર્વાદ આપો.
આઠમા વાક્યમાં તમારું મસ્તક પરમજીને નમાવો.
(આ વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે એકથી આઠ પાક્યો હંમેશા એ જ પ્રમણે રહેશે, કોઈપણ ભાષામાં કે બોલીમાં બદલાશે નહીં.)

હવે નવમા વાક્યમાં તમારી ઈચ્છા બોલવી.
નવમા વાક્યમાં તમારી ઈચ્છા બોલવી કે જે તમે પૂરી કરવા ઈચ્છો છો, આ ઈચ્છા કોઈપણ ભાષામાં કે બોલીમાં વ્યક્ત કરી શકો જે તમને અનુકૂળ હોય.
નવમુ વાક્ય હંમેશા તમારી ઈચ્છા પ્રમાણે બદલાશે.

હવે દશમું વાક્ય
આ વાક્યમાં ફક્ત તમારી ઈચ્છાની પરિપૂર્ણતા પર તમે પરમજીને તમારી ઈચ્છા અનુસાર અને તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ અમુક ચોક્કસ રૂપિયા આપવાનું વચન આપો છો.
આ વાક્ય તમે તમારી ભાષા અને બોલી પ્રમાણે બોલી શકો છો પરંતુ વાક્યની મૂળભૂત સમજણ કોઈ પણ પ્રકૃતિ કે સંજોગોમાં બદલાશે નહિ.

હવે અગિયારમું વાક્ય
અગિયારમાં વાક્યમાં ફક્ત તમારી ઈચ્છાની પરિપૂર્ણતા પર ચોક્કસ વ્યક્તિને P3Y શીખવવાનું વચન આપો છો.
આ વાક્ય તમે તમારી ભાષા કે બોલી પ્રમાણે બોલી શકો છો પરંતુ વાક્યની મૂળભૂત સમજણ કોઈપણ પ્રકૃતિ કે સંજોગોમાં બદલાશે નહિ.